હવામાન વિભાગ અને અંબાલાલ દ્વારા જે આગાહી કરવામાં આવી તે સાચી પડી છે. ગુજરાતમાં કમોસમી વરસાદનું આગમન થયું છે.

જેમાં ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું થયું છે. જેથી અહીંયા ગરમીથી કંટાળેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જેના કારણે ગરમીથી કંટાળેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ આ કમોસમી વરસાદને કારણે જગતનો તાત હાલ ચિંતામાં મુકાઈ ગયો છે.

બપોર પછીથી ભાવનગરના વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો હતો. જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું હતું. ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જોકે અગાઉથી આ મામલે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો છે.

જોકે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો હાલ ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે આ વરસાદને કારણે ખેડૂતોનો પાક નાશ પામે તેવી પૂરી શક્યતા છે. જો ખેડૂતોનો પાક નાશ પામશે તો તેમની મહેનત પર પાણી ફરશે જેના કારણે તેમને ભારે નુકસાન સહન કરવાનો વારો આવશે.































