Sunday, April 20, 2025
HomeFeature‘પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ લગાવો..’ 3 મહિનાની નિયમ બનાવવા સુપ્રીમ કોર્ટનો...

‘પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ લગાવો..’ 3 મહિનાની નિયમ બનાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડ વસ્તુઓ પર કડક વલણ અપનાવ્યું છે. પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર ચેતવણી લેબલ ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મુદ્દા પર નિષ્ણાત સમિતિ પાસેથી ત્રણ મહિનાની અંદર સૂચનો માંગ્યા છે જેથી ખાદ્ય સુરક્ષા નિયમોમાં જરૂરી ફેરફારો કરી શકાય.

આ મામલો જાહેર હિતની અરજી દ્વારા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ‘3S અને અવર હેલ્થ સોસાયટી’ નામની સંસ્થા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. ઍડ્વૉકેટ રાજીવ શંકર દ્વિવેદી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર FOPL એટલે કે ફ્રન્ટ-ઑફ-પેકેજ લેબલ સિસ્ટમ લાગુ કરે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને FSS લેબલિંગ અને ડિસ્પ્લે રેગ્યુલેશન્સ 2020 માં સુધારા અંગે ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવા પણ કહ્યું છે. અરજીનો નિકાલ કરતી વખતે, સુપ્રીમ કોર્ટે સરકાર તેમજ FSSAI ને નવા નિયમોમાં સુધારા ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો. આ અરજી પર સુનાવણી દરમિયાન, જસ્ટિસ જે.બી. પારડીવાલાની હળવી શૈલી પણ જોવા મળી. અરજીની સુનાવણી દરમિયાન, જસ્ટિસ પારડીવાલાએ અરજદારને હળવાશથી પૂછ્યું, શું તમારા બધાના પૌત્ર-પૌત્રીઓ છે?

FOPL સિસ્ટમ હેઠળ, પેકેજ્ડ ખાદ્ય ઉત્પાદનોના આગળના ભાગમાં પોષણ સંબંધિત માહિતી સ્પષ્ટ અને સામાન્ય ભાષામાં આપવામાં આવશે. જેથી ગ્રાહક સમજી શકે કે ફૂડ પેકેટમાં કેટલું મીઠું, ખાંડ કે ફેટ હોય છે. જેથી તેઓ તેમના સ્વાસ્થ્ય અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરી શકે.

સુનાવણી દરમિયાન, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા(FSSAI)એ કહ્યું હતું કે, ‘FOPL સિસ્ટમ અંગે જનતા તરફથી લગભગ 14,000 સૂચનો મળ્યા હતા. આ સૂચનો પર વિચાર કરવા માટે એક નિષ્ણાત પેનલની રચના કરવામાં આવી છે. જે નિયમોમાં સુધારાની ભલામણ કરશે.’

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન(NIN)ની નિષ્ણાત સમિતિએ સૂચન કર્યું છે કે પેક્ડ ફૂડ અને બેવરેજિસમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવામાં આવે. વધારે ખાંડ, ફેટ અને મીઠું ધરાવતો ખોરાક ટાળવો જોઈએ. તેના નિયમિત સેવનથી ડાયાબિટીસ, હાયપરટેન્શન, હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

ICMR હેઠળ હૈદરાબાદ સ્થિત NINએ ભારતીયો માટે ડાઇટરી ગાઇડલાઇન્સ જારી કરી છે. NIN એ કહ્યું, ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા(FSSAI)ના કડક ધોરણો છે, પરંતુ લેબલ પર આપવામાં આવેલી માહિતી ગેરમાર્ગે દોરનારી હોઈ શકે છે.’

ઉદાહરણ આપતાં, NIN એ જણાવ્યું હતું કે જો ખાદ્ય ઉત્પાદનમાં કલર, ફ્લેવર અને આર્ટીફિશીયલ સબ્સટેન્સેસ ઉમેરવામાં ન આવે અને મીનીમલ પ્રોસેસ કરવામાં આવે તો તેને ‘નેચરલ’ કહી શકાય.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!