અમેરિકાએ રેસીપ્રોકલ એટલે કે જવાબી ટેરીફનો અમલ આજથી શરૂ કરી દીધો છે પણ હવે માર્કેટ નિષ્ણાંતો એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ટ્રમ્પ તંત્રએ આ ટેરીફ દર કઈ રીતે નકકી કર્યા. કારણ કે વિશ્વ વ્યાપાર સંગઠનોમાં જે ટેરીફ અમલી છે તેના મુજબ અમેરિકી ટેરીફ દર તો જે તે દેશના ટેરીફ કરતા અનેક ગણા વધુ છે.

એક રસપ્રદ ચર્ચા એવી છે કે, અમેરિકનોનું ગણીત અમસ્તુ પણ નબળુ છે અને તેથી જ એન્જીનીયરીંગ કે વૈજ્ઞાનિકની જોબમાં અમેરિકન કરતા અન્ય દેશના લોકો અમેરિકામાં અવલ્લ છે.

અમેરિકાના સંરક્ષણ વિભાગે પણ સ્ટીમ (એસટીઈએમ) શિક્ષણ માટે ખાસ સ્કોલરશીપ નિશ્ચિત કરી છે.જેમાં સાયન્સ ટેકનોલોજી એજયુકેશન અને મેથ્સના શિક્ષણ માટે પ્રોત્સાહન અપાય છે.

હવે અમેરિકાના ટેરીફની વાત કરીએ તો અમેરિકી બજાર નિષ્ણાંતો પુછી રહ્યા છે. આ ટેરીફ દર નકકી કઈ રીતે કરાયા, ટ્રમ્પે ચાઈનીઝ ગુડસ પર ગત ફેબ્રુઆરીમાં 10% ટેરીફ લાદયા હતા તે હવે 194% એ પહોંચી ગયા.

જે 34% એ પહોંચી ગયા તેને રેસીપ્રોકલ એટલે કે ચીને જે ટેરીફ અમેરિકી ઉત્પાદનો પર લાદયા છે તેટલા ટેરીફ અમેરિકાએ ચીન પર લાદયા. વોલસ્ટ્રીટ જર્નલ એ પણ 104% કેમ તે પ્રશ્ન ઉઠાવ્યા છે.

10% મુળભુત ટેરીફ ઉપરાંત ફેબ્રુઆરીમાં વધુ 10% અને બાદમાં માર્ચમાં વધુ 10% એમ 30% બાદમાં 34% રેસીપ્રોકલ ટેરીફ તેમ 54% થયા અને ચીને વળતા ટેરીફ લાદયા તો ટ્રમ્પે 50% ટેરીફ વધારી 104% કર્યા પણ ટ્રમ્પની બીજી ટર્મ પુર્વે ચીનના ઉત્પાદનો પર સરેરાશ 20.8% ટેરીફ હતા અને ટ્રમ્પના 104% એમ કુલ 125% ટેરીફ થયા. હવે 75% અમેરિકનોને રોજબરોજની ચીજો મોંઘી થશે.





























