મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળામાં આ વર્ષે ધોરણ પાંચમા લેવાતી સીઈટી પરીક્ષાનું ઝળહળતું પરિણામ વિદ્યાર્થીનીઓએ મેળવ્યું છે અને આ શાળાની તેજસ્વી બાળા પુષ્ટિ હિતેશભાઈ ભટ્ટે રાજય લેવલની પરીક્ષામાં 120 માંથી 82 માર્ક પ્રાપ્ત કરી જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવેલ છે.

અને શાળાના 56 વિદ્યાર્થીનીઓ પૈકી 40 વિદ્યાર્થીનીઓએ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ સફળતા માટે વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકો નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા, ગીતાબેન અંદિપરા, હીનાબેન ચાવડા, અલકાબેન કોરવાડિયા, અરવિંદભાઈ કૈલા, અશ્વિનભાઈ કલોલ વગેરેને શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ અભિનંદન આપેલ હતા.
































