રામ જન્મોત્સવ નિમિતે વાકાનેર શહેરમાં આવેલી સિદ્ધાર્થ નગર સોસાયટીમાં બાલ હનુમાન ગ્રુપ દ્વારા રમનોમીની ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાંજના સમયે મહા આરતી યોજાઈ હતી તથા તમામ ભક્તજનો માટે પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ આયોજનમાં સમગ્ર સિદ્ધાર્થ નગર સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રામ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. (રિપોર્ટ અજય કાંજીયા)

































