સિંગાપોરની નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એવી ટાઈલ્સ તૈયાર કરી છે જે વીજળી વિના ઈમારતોને ઠંડી રાખી શકે છે.

આ ટાઈલ્સ મશરૂમ અને અને જૈવિક કચરામાંથી બની છે.વૈજ્ઞાનિકોએ ટાઈલ્સની સપાટીને હાથીની ત્વચા જેવી કરચલી વાળી બનાવી છે.

હાથીના શરીરમાં પરસેવો નથી વળતો એટલે તે પોતાની ત્વચાની કરચલીઓમાં પાણી રોકીને ખુદને ઠંડો રાખે છે.

આ સિધ્ધાંત પર બનેલી આ ટાઈલ્સ ગરમીને ઓછી શોષે છે અને વધુ ઠંડી રહે છે. તેમાં ઓપસ્ટર મશરૂમની ફંગસ અને વાંસના લાકડાનો વહેર મેળવવામાં આવે છે.

તેને મોલ્ડમાં ઢાળીને બે સપ્તાહ સુધી વધવા દેવામાં આવે છે. પછી ત્રણ દિવસ સૂકવવામાં આવે છે, જેથી ફંગસ વધવા બાંધ થઈ જાય.મશરૂમની ટાઈલ્સના ફાયદાસામાન્ય ટાઈલ્સની તુલનામાં આ ટાઈલ્સ ઠંડી હોય છે.

વરસાદની ઋતુમાં 70 ટકા વધી ઠંડી આપે છે. વીજળીનો ખર્ચ નથી આવતો પર્યાવરણ માટે ફાયદાકારક છે.

ગરમી રોકવામાં બહેતર હોઈ એસીની ઓછી જરૂર પડે છે.એસીની જરૂરીયાત ઘટશેવૈજ્ઞાનિકો આ ટાઈલ્સને મજબૂત બનાવાવા અને મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાની યોજના બનાવી રહ્યા છે.

તેને તૈયાર થવામાં ચાર સપ્તાહ લાગે છે. જો આ ટેકનિક સામાન્ય થઈ ગઈ તો ઈમારતોને ઠંડી રાખવા એસીની જરૂરત ઘટી શકે છે. જેથી વીજળીની બચત થશે અને પર્યાવરણને ફાયદો થશે.



























