મોરબી ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વાર્ષિક સાધારણ સભા, નવા પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ અને પારિવારિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અતિથિ વિશેષ તરીકે મોરબી સિરામિક એસો. વોલ ટાઈલ્સ ડિવિઝનનાં પ્રમુખ હરેશભાઈ બોપલિયા તથા આરએસએસ રાજકોટ વિભાગ ધર્મ જાગરણના સહસંયોજક જસ્મિનભાઈ હિંસુ હાજર રહ્યા હતા.

અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારાએ પોતાના કાર્યકાળનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. અને બાદમાં ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતનાં કોષાધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા દ્વારા વર્ષ 2025-26 નાં નવાં પદાધિકારીઓની ઘોષણા કરીને શપથવિધિ કરાવામાં આવી હતી

જેમાં હિંમતભાઈ મારવણિયાને અધ્યક્ષ, ધ્રુમિલભાઈ આડેસરાને સચિવ અને હિરેનભાઈ ધોરિયાણીને કોષાધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પણ દરેક પ્રકલ્પો માટે સંયોજક અને સહસંયોજક નિમવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે કૌશિકભાઈ અઘારા અને અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.





























