Sunday, April 20, 2025
HomeFeatureવાંકાનેર વાણંદ સમાજ દ્વારા કુળદેવી શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસે ભવ્ય ધાર્મિક...

વાંકાનેર વાણંદ સમાજ દ્વારા કુળદેવી શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસે ભવ્ય ધાર્મિક ઉજવણી

વાંકાનેર: આજે ચૈત્ર સુદ આઠમના પાવન દિવસે વાંકાનેર શહેર તથા તાલુકા નાઈ વાણંદ સમાજ દ્વારા સમસ્ત નાઈ વાણંદ સમાજની કુળદેવી   લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિ ભાવના સાથે ધામધૂમથી ઉજવાયો હતો.

આ પાવન પ્રસંગે માતાજીનું યજ્ઞ, મહા આરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક ઉલ્લાસ સાથે સંસ્કૃતિક અને સામાજિક સમરસતાનું અનોખું સૌમ્ય દ્રશ્ય સર્જાયું હતું.

ઉજવણી દરમિયાન વાંકાનેરના પ્રથમ યુવા કોર્પોરેટર દિનેશભાઇ સોંલકી, કેસકાલા બોર્ડ મુહિમના વાંકાનેર શહેર પ્રમુખ દિનેશભાઈ પરમાર, ઉપપ્રમુખ નવીનભાઈ કલોલા તથા તાજેતરમાં આરોગ્ય વિભાગમાં નિમણુંક પામેલા ભાવિનભાઈ કાંજીયાનું પુષ્પાહારથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના સફળ સંચાલન માટે વાંકાનેર વાણંદ સમાજના પ્રમુખ ખીમજીભાઇ રાછડીયા, ઉપપ્રમુખ   જયેશભાઈ પરમાર, મંત્રી   રસિકભાઈ ખોરજા તેમજ સમગ્ર કારોબારી સભ્યો તથા યુવાન સભ્યો દ્વારા વિશેષ મહેનત અને આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રવિભાઈ લખતરીયા દ્વારા સંભાળવામાં આવ્યું હતું. (રિપોર્ટ : અજય કાંજીયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!