હિન્દુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્વ છે, જે દર વર્ષે ચૈત્ર સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે. રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા કરતા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને તમામ મુશ્કેલીઓનો અંત આવે છે. આ દિવસે રામ ભક્તો વિવિધ પ્રકારે પૂજા-અર્ચના કરી, મહાપ્રસાદનું આયોજન કરી ઉજવણી કરે છે. નવસારીના રામજી મંદિરમાં પણ દર વર્ષની જેમ આ ઉજવણી કરવામાં આવશે.

નવસારીના બાવાની ટેકરી એ રામજી મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી થશે. દર વર્ષની જેમ દુધિયા તળાવ સ્થિત રામજી મંદિરમાં રામનવમી પર્વને લઈને સવારે રામયજ્ઞ, રામ જન્મોત્સવ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા રામનવમીના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

































