મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-1 પ્રકારના કુલ ૬૮૦ આવાસોનું નિર્માણ કરાયું હતું. જેમાંથી ૩૫ આવાસો વિવિધ કારણોસર સ્વૈચ્છિક રદ થયેલા છે અને હાલ ખાલી પડ્યા છે.

આ ખાલી પડેલા ૩૫ આવાસોને ફરીથી લાભાર્થીઓને ફાળવવા માટે મહાનગરપાલિકા દ્વારા વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવ્યું છે. તે માટે લાભાર્થીઓની નામાવલી અને જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદી મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પ્રથમ તબક્કે નોટિસ બોર્ડ પર દર્શાવેલ વેઈટીંગ લિસ્ટના લાભાર્થીઓએ તા. ૮ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ, મંગળવારના રોજ, મહાનગરપાલિકા કચેરી, ડો. આંબેડકર ભવન, ગાંધીચોક, મોરબી-૩૬૩૬૪૧ ખાતે આવેલા આવાસ વિભાગમાં કાર્યાલયના સમયગાળામાં હાજર રહી પોતાના ઓરિજિનલ તેમજ નકલ ડોક્યુમેન્ટ્સ સાથે હાજર રહેવું અનિવાર્ય રહેશે.

મહત્વપૂર્ણ નોંધ:
૩૫ ખાલી રહેલા આવાસો સામે બેગણા લાભાર્થીઓને આમંત્રણ અપાયું છે. પરંતુ ડોક્યુમેન્ટ્સ પૂરાં પાડનાર અને નોટિસ બોર્ડ ઉપર દર્શાવેલ વેઈટીંગ લિસ્ટના પ્રથમ ૩૫ લાભાર્થીઓને અગ્રતા આપવામાં આવશે. જો કોઇ લાભાર્થી યોગ્ય દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ જાય તો અનુરૂપ ક્રમશઃ વેઈટીંગ લિસ્ટમાંથી આગળના લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવશે.































