મોરબીની રવિરાજ ચોકડી પાસેથી પસાર થઈ રહેલ ગાડીને રોકીને ચેક કરતા તેમાંથી ત્રણ પાડા મળી આવ્યા હતા જેથી તેને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 2 શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જુદા જુદા વિસ્તારમાંથી કતલખાને લઈ જવાતા અબોલ જીવને બચાવવા માટે ગૌરક્ષકો દ્વારા વોચ રાખવામાં આવતી હોય છે ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે દરમિયાન મળેલી હકીકત આધારે મોરબીની રવિરાજ ચોકડી પાસે વોચ રાખવામાં આવી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ ગાડી નંબર જીજે 11 ટીવી 3446 ને રોકીને ચેક કરી હતી.

તેમાં ત્રણ પાડાને ક્રૂરતાપૂર્વક બાંધીને ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા વગર લઈ જતાં હતા જેથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રામજીભાઈ શીવાભાઈ મૈડા (23) રહે. રવાપર નદીએ રામ ઉકાભાઇ ભારાય (60) રહે. માતાવાડી વિસ્તાર ધોરાજી તથા રાજુ મંગાભાઈ સોરીયા (35) રહે. જમનાવડ ધોરાજીની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
































