વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ આવેલ છે તેનો 33 મો પાટોત્સવ ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને સોમવારે ધાર્મિક કાર્યક્રમ તથા નવચંડી ગાયત્રી યજ્ઞ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના 33 માં પાટોત્સવ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે તા 7 એપ્રિલને સોમવારે સવારે 8 થી 12 સુધી સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન અને સમૂહ જપ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. બપોરે 4 કલાકે નવચંડી ગાયત્રી યજ્ઞનો પ્રારંભ કરશે અને સાંજે 7 કલાકે પુર્ણાહુતી બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેવું આયોજકોએ જણાવ્યુ છે.

































