મોરબી: સર્વે સનાતની હિન્દુ સમાજ દ્વારા શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિજય યાત્રા આગામી 06 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર છે, જે બપોરે 4:00 કલાકે આરંભ થશે.

વિજય યાત્રા પથ:વિજય યાત્રા સર્કિટ હાઉસથી પ્રસ્થાન કરીને મહારાણા પ્રતાપસિંહજી સર્કલ, શક્તિ ચોક, ત્રિકોણ બાગ, નવાડેલા રોડ,

જુના બસ સ્ટેન્ડ, રામચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ, બાપા સિતારામ ચોક, એવન્યુ પાર્ક, સીતા ચોક, ચકિયા હનુમાનજી, હોસ્પિટલ ચોક, શાક માર્કેટ, નગર દરવાજા ચોક, ગ્રીનચોક સુધી ભવ્ય રીતે યોજાશે.

વિજય યાત્રા અંતે રામ મહેલ મંદિર, દરબાર ગઢ ખાતે મહા આરતીનું આયોજન કરાયું છે, જે રામભક્તો માટે વિશેષ આકર્ષણ રહેશે.

આ પાવન પ્રસંગે દરેક હિન્દુ ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી ભગવાન શ્રી રામચંદ્રજી પ્રત્યેની ભક્તિ પ્રગટાવી, વિજય યાત્રાને ભવ્ય અને સફળ બનાવવા વિનંતી કરવામાં આવે છે.





























