(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી, જૂની-નવી પીપળી ગામમાં શ્રી રામજી મંદિરનો જીર્ણોદ્ધાર તથા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ દશાહ અવતાર અને રામ પરિવાર પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ ચૈત્ર સુદ – ૯, રવિવાર, તારીખ ૦૬-૦૪-૨૦૨૫ (રામ નવમી) ના પવિત્ર દિવસે અભિજીત મુહૂર્તમાં પૃથક ઉજવવામાં આવશે.

મહોત્સવ કાર્યક્રમ વિગત: દિવસ – ૧ (ચૈત્ર સુદ – ૭, શુક્રવાર, ૦૪/૦૪/૨૦૨૫) દેહ સુધી – સવારે ૮:૦૦ વાગ્યે ગણપતિ પૂજન – સવારે ૯:૩૦ વાગ્યે પંચાંગ કર્મ – બપોરે ૩:૦૦ વાગ્યે સ્થાપિત દેવ પૂજન સંધ્યા આરતી – સાંજે ૫:૩૦ વાગ્યે

દિવસ – ૨ (ચૈત્ર સુદ – ૮, શનિવાર, ૦૫/૦૪/૨૦૨૫) સ્થાપિત દેવ પૂજન અને મહાપૂજા – સવારે ૮:૦૦ વાગ્યે જલયાત્રા – સવારે ૧૦:૦૦ વાગ્યે કુંડ પૂજન, અગ્નિ સ્થાપન, ગ્રહ હોમ પ્રસાદ વાસ્તુ – બપોરે ૨:૩૦ વાગ્યે કુટિર કર્મ – બપોરે ૪:૦૦ વાગ્યે નગર યાત્રા – રાત્રે ૮:૩૦ વાગ્યે ધાન્યાદિ વાસ

દિવસ – ૩ (ચૈત્ર સુદ – ૯, રવિવાર, ૦૬/૦૪/૨૦૨૫) સ્થાપિત દેવ પૂજન – સવારે ૮:૦૦ વાગ્યે સ્થાપન વિધિ, જલાધિવાસ, ન્યાસ વિધિ નીજ મંદિરમાં મૂર્તિની પધરામણી – અભિજીત નક્ષત્રમાં મહાપૂજા અને મહા આરતી અન્નકૂટ શાંતિ પુષ્ટિ યજ્ઞ – બપોરે ૨:૩૦ વાગ્યે પુર્ણાહુતિ – સાંજે ૪:૩૦ વાગ્યે મહાપ્રસાદ

તારીખ: ૦૫/૦૪/૨૦૨૫, શનિવાર સમય: સાંજે ૫:૩૦ વાગ્યે સ્થળ: યોગાશ્રમ, પીપળી નગર યાત્રા અને ફુલેકું વિધિ તારીખ: ૦૫/૦૪/૨૦૨૫ સમય: રાત્રે ૮:૩૦ કલાકે આ પવિત્ર અવસર પર સમગ્ર પીપળી ગામ તથા સમગ્ર હિન્દુ સમાજના ભાવિક ભક્તજનોને હાર્દિક આમંત્રણ છે. આપ સૌ પરિવાર સાથે પધારી, ભક્તિ અને શ્રદ્ધાની ગંગોત્રીમાં સાક્ષી બનવા સમસ્ત નવી-જૂની પીપળી ગામ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
































