મોરબીમાં ગત તા.૦૧/૦૪/૨૦૨૫ ના રોજ ઘટક-૧ ના સીટી ગૃપના વજેપર આંગણવાડી વર્કર દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ભાગરૂપે સગર્ભા મહિલાઓને ગર્ભ સંસ્કાર બાબતે અમુલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા હળવી કસરતો અને યોગ કરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સર્ગભા બહેનોને સુખડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

































