સમસ્ત સિંધી સમાજ દ્વારા શ્રી ઝૂલેલાલ મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સિંધુ ભવન ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ત્યાર બાદ સાંજે શહેરના મુખ્યમાર્ગ ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
ત્યારે ડીજેના તાલ અને અબીલ ગુલાલની છોળો વચ્ચે સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ જમાવટ કરેલ હતી.

ઉલેખનીય છેકે, મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે 1075 મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો ત્યારે સવારે ધ્વજા રોહણ, મહાઆરતી અને બપોરે મહાપ્રસાદ યોજાયો હતો.
































