રાજપૂત કરણી સેના તથા બજરંગદળની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા મહારાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં બજરંગદળ તથા રાજપૂત કરણી સેનાની આગેવાનીમાં જુદાજુદા હિન્દુ સંગઠનોના આગેવાનો સહિતનાઓની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાંસદને તેના સાંસદ પદ ઉપરથી નિલંબીત કરવાની માંગ કરી છે.

મોરબી જીલ્લા બજરંગદળ તથા શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાજેતરમાં સંસદ ભવનની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર મહારાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરીને વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

મોરબી બજરંગ દળ તથા કરણી સોના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હાલમાં બજરંગદળ તથા કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન તેના શબ્દ પાછા લે, જાહેરમાં માફી માંગે અને કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી તેમને સાંસદ પદ ઉપરથી નિલંબીત કરવામાં આવે અને ભવિષ્યમાં તેઓ ભારતમાં કોઈ ચૂંટણી ન લડી શકે તેવી વ્યવસ્થા કરવા માટેની માંગ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં બજરંગદળ તથા રાજપૂત કરણી સેના સહિતના જુદાજુદા સંગઠનો આગેવાનો હાજર રહ્યા હતા.































