Sunday, April 20, 2025
HomeFeatureમોરબીમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

મોરબીમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્ત સુખાય: યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ અમલી; જિલ્લા વિકાસ અધિકારી  દ્વારા સગર્ભા મહિલાઓને માર્ગદર્શન અપાયું

અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર  એટલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી. આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક સંસ્કાર એટલે “ગર્ભ સંસ્કાર” મોરબી જિલ્લા વિકાસ અધિકારી  જે.એસ.પ્રજાપતિનાં માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરુ કરવામાં આવ્યો છે.

મોરબીમાં આજરોજ તા.૨૫/૦૩/૨૦૨૫ ના રોજ મોરબી ઘટક-૧ દ્વારા ગાયત્રી પ્રેરણા મંદિર મોરબી ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ અનુસંધાને ગર્ભ સંસ્કાર વિધિમાં ૪૦ સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. મોરબી ઘટક-૨ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી ખાતે ગર્ભ સંસ્કાર માટે બીજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ અન્વયે ગર્ભ સંસ્કાર વિધિમાં ૪૦ સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી  સગર્ભા મહિલાઓને ગર્ભ સંસ્કાર બાબતે અમુલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર  તેમજ આઈ.સી.ડીસ.એસના તમામ સ્ટાફ ઉપસ્થિત રહી સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સૂચનો આપ્યા હતા.   કાર્યક્રમમાં સર્ગભા બહેનોને દાતા દ્વારા પૌષ્ટિક કીટ ( સુખડી, કીવી, ખજુર,દાળિયા)નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું .

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!