મોરબી: શહીદ દિવસની સંધ્યાએ મોરબીના સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરિયા દ્વારા નવા બસ સ્ટેન્ડ નજીક અમર શહીદો અને રાષ્ટ્રનાયકની પ્રતિમાઓની સફાઈ કરવામાં આવી. આ શુભ પ્રસંગે શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને વંદન કરવામાં આવ્યા હતા. દેશની આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહીદોને યાદ કરીને દેશભક્તિના ભાવ જાગૃત કરવા માટે અજયભાઇ દ્વારા આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું. આ નિમિત્તે અનેક દેશપ્રેમી નાગરિકોએ ભાગ લઈ શ્રદ્ધાંજલિ આપી.

























