લોકઉપયોગી કાર્યોની નોંધ લઇ મહિલા નેતા તરીકે કરાયું સન્માન
જામનગરના ઉત્તર 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, કે જેઓએ લોકોના ઉત્થાન માટેના કરેલા વિવિધ કાર્યોને લઈને તેઓને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત રાજ્યભરના વિવિધ ક્ષેત્રના મહિલા શ્રેષ્ઠિઓને સન્માનિત કરવા માટેના વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના રાજકારણમાં આક્રમક મહિલા નેતા અને આગવી ઓળખ ધરાવનારા જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા ને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
























