મોરબી: નસીતપર ગામના નિવાસી અને ફક્ત 13 વર્ષના કુમાર વીર કુમાર ચિરાગભાઈ બરાસરાનું તા. 22-03-2025, શનિવારે હૃદયરોગના હુમલા કારણે દુઃખદ અવસાન થયું. નાની ઉંમરે હાર્ટ એટેકથી મૃત્યુ થયાની આ ઘટના ચિંતાજનક બની છે.
પરિવારજનો અને સ્નેહીજનો માટે આ ઘટના ગમગીન છે. આજે વધતા તણાવ, જીવનશૈલી અને આરોગ્ય પર પડતા પ્રભાવોને લઈને નાની ઉમરે પણ હાર્ટ એટેક જેવી ગંભીર બિમારીઓ જોવા મળી રહી છે, જે સમાજ માટે ચિંતાજનક બાબત છે.
મૃતકના આત્માની શાંતિ માટે બેસણું તા. 24-03-2025, સોમવારના રોજ સ્વસ્તિક હાઉસ, ઉમા ટાઉનશીપ, મોરબી ખાતે સવારે 08:00 થી 10:00 કલાક સુધી રાખવામાં આવ્યું હતું સ્વ. વીરના પિતા ચિરાગભાઈ શાંતિભાઈ બરાસરા અને તેમના સમસ્ત પરિવારને પ્રભુ આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

























