ગણિત ક્ષેત્રે અદ્દભુત ક્રાંતિ લાવનાર એક જ અંક હોય તો તે શૂન્ય છે. શૂન્ય વિસ્મય જનક અંક છે. શૂનયના શોધક તરીકે મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટ (1500 વર્ષ પહેલા) અને ક્યાંક ગણિતજ્ઞ બ્રહ્મગુપ્ત (1400 વર્ષ પહેલા) નું નામ વાંચવા મળે છે. એક મત પ્રમાણે શૂન્યની શોધ નું શ્રેય તો ઇ.પૂ. 200 વર્ષ પહેલા થઈ ગયેલ પિંગળાચાર્યને આપવું જોઈએ. સસ્કૃત સ્કૉલર પિંગળાચાર્ય અંકિય ગણિતના અને છંદ શાસ્ત્રના પ્રણેતા હતા. આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્તે શૂન્યનો વ્યવહારમાં ઉપયોગ કરવાની શરુઆત કરેલ.

આપણે જીવવા માટે હવાની જરૂર છે. એટલું જ મહત્વ ગણિતમાં શૂન્યનું છે. ભારતમાં આ શૂન્યની મહેક વિશ્વમાં ફેલાઈ હતી. ભારતમાં ‘શૂન્ય’ નું અસ્તિત્વ ખૂબ જ પ્રાચીન છે. પરંતુ તેના લેખીત પુરાવાઓ આપણને મોડા મળ્યા. આ ‘0’ (શૂન્ય) ની સંકલ્પનાએ હિન્દુસ્તાનમાં ગણિતશાસ્ત્રમાં ટોટલ રીવોલ્યુશન લાવી દીધું હતું. પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રીઓએ વાવેલ શૂન્યનું બીજ આધુનિક ગણિતશાસ્ત્રમાં કેન્દ્ર સ્થાને આવી આખું વટવૃક્ષ બની ગયું છે. આજના ટેકનોલોજી યુગમાં ગણિતમાં શૂન્ય ના હોય તો ? એ કલ્પના કરી જુઓ તો ખ્યાલ આવશે કે ‘શૂન્ય’ કેટલું અર્થસભર અને અણમોલ છે.

પ્રાચીન સમયમાં શૂન્ય માટે માત્ર ‘ડોટ’ એટેલે કે ટપકું વપરાતું હતું. આધુનિક સમયમાં પોલા દડા જેવો શૂન્યનો ‘0’ સિમ્બોલ વપરાય છે. હાલ પાકિસ્તાનના પેશાવરના બક્સાલીમાંથી સૈકા પહેલા મળેલ ભોજપત્રો લંડનની ઓક્સફોર્ડ લાઈબ્રેરીની જાગીર છે. થોડા વર્ષો પહેલા લંડનના મ્યુઝિયમમાં ભોજપત્રો અંગે પ્રદર્શન યોજાયેલ. પ્રદર્શનનું નામ * ભારત : 6000 વર્ષના વિજ્ઞાન શોધનો ઇતિહાસ” ભારતનું ગણિત વાયા ઈજીપ્તના ખલીફા અલ ખ્વારીઝમી ગણિત અભ્યાસુ દ્વારા 12 સૈકા પહેલા પશ્ચિમમાં પહોંચેલ. આરબસ્તાનમાં આ અંકોને ‘હિંદસા’ કહેવામા આવતા હતા. પિંગળાચાર્ય પછી વીસેક સૈકા બાદ ઇટાલિયન ગણિતશાસ્ત્રી ફિનોબાકીને વિશ્વને ‘ઝીરો’ સાથે દશાંશ પદ્ધતિને હિન્દમાંથી યુરોપમાં લઈ જવાનું શ્રેય જાય છે. અનોખી રીતે સમજાવ્યુ એટેલે તે “ફિબોનાકી નંબર તરીકે વિશ્વ વિખ્યાત બન્યા છે. જેની ખરી શોધ હિન્દુસ્તાનમાં થયેલ.

બ્રહ્માંડની રચના કહેવાય છે કે માત્ર ‘શૂન્ય’ અને અનંતતા (ઇન્ફીનીટી) માંથી થઈ છે. શૂન્ય અને અનંતતાના કન્સેપ્ટ ફિલોસોફી અને મેથેમેટીક્સ સુધી વિસ્તરેલા છે. આપણે જેને સાયન્ટીસ્ટ કહીએ છીએ તે પ્રાચીન કાળમાં ફિલોસોફરના વાઘા પહેરીને પ્રકૃતિના નિયમોની ખોજ કરનાર ઋષિ – મૂની હતા. વેદોમાં પણ શૂન્યની સંકલ્પના દર્શાવેલ છે. ફિલોસોફીમાં મેથેમેટીક્સ અને સાબિતી સાથેનું લોજીક ઉમેરાયું એટેલે ‘સાયન્સનો જન્મ થયો. 0 થી 9 સુધીના આંકની મદદથી દ્વિઅંકી, દશાંકી કે અન્ય સિસ્ટમો વિકસેલ છે. ડીઝીટલ સીસ્ટમમાં ડીઝીટનો એક અર્થ દશ આંક પણ થાય છે. શૂન્યને અરબી ભાષામાં સિફાર અને ગ્રીકભાષામાં જીફર કહેવાથી અને અંગ્રેજીમાં ઝીરો બની ગયો.
નવ અંકો અને શૂન્યના અદ્દભુત સહયોગથી અનંત ગણતરી કરવાનું સામર્થ્ય વિશ્વના વૈજ્ઞાનિકો ને સાંપડ્યું તેનો પૂર્ણ યશ ભારતના પ્રાચીન ગણિતજ્ઞો અને ખાસ કરીને આર્યભટ્ટને જાય છે.
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન (અમેરિકા)






















