Sunday, April 20, 2025
HomeFeatureવાંકાનેરમાં વિશ્વ ચકલી દિવસની ભવ્ય ઉજવણી: 5000 થી વધુ માળા અને 1100...

વાંકાનેરમાં વિશ્વ ચકલી દિવસની ભવ્ય ઉજવણી: 5000 થી વધુ માળા અને 1100 માટીના કુંડા વિતરણ

વાંકાનેર, 20 માર્ચ: આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે, વાંકાનેર ખાતે સહયોગી સંસ્થાઓ ભારત વિકાસ પરિષદ, ગઢિયા હનુમાનજી મિત્ર મંડળ, અનકુવરબાધામ-રાતીદેવડી, ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ-ભાટીયા સોસાયટી દ્વારા જીનપરા, ICICI બેંક ની બાજુમાં, શ્રદ્ધા મેડિકલ સામે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાભારતી ના વિધાર્થી મુખ્ય દાતાશ્રી અલ્પેશભાઈ દુદાભાઈ વડગાસિયા તથા અન્ય દાતાશ્રી જીતુભા ઝાલા, ના સહયોગથી 5000 થી વધુ ચકલીના માળા અને 1100 માટીના કુંડા. (  પાણી ના પરબ. )(મનસુખભાઈ પ્રજાપતિ, મીટ્ટીકુલ વાળા તરફથી) ટોકન ભાવે વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 600 ફુલ છોડનું રાહત દરે વિતરણ, પ્લાસ્ટિક હટાવો ધરતી બચાવોના સૂત્રને સાર્થક કરતા 100 થી વધારે કપડાંની થેલીઓ અને ઓર્ગેનિક વસ્તુઓ તેમજ સ્વદેશી વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.રાજ મોબાઈલ વાળા તરફથી કાર્યક્રમ માટે મોટી બે દુકાનો ફાળવવામાં આવી હતી,

ભુપતભાઈ છૈયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 13 વર્ષથી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ ચકલીઓના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે, જેઓ શહેરીકરણ અને આધુનિક જીવનશૈલીના કારણે તેમની સંખ્યામાં ઘટાડો અનુભવી રહ્યા છે.આ કાર્યક્રમમાં વાંકાનેર ના RFO મોનીકાબેન કચોટ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા ભુપતભાઇ છૈયા,રવિભાઈ લખતરીયા, ચેતનભાઈ ભીંડોરા મહાવિરસિંહ ઝાલા, મયુરભાઈ ઠાકર, જતીનભાઈ ભીંડોરા તથા વિદ્યાભારતી ના વિધાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી,આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ ચકલીઓના સંરક્ષણ માટે સહિયારો પ્રયાસ કરવાનો સંકલ્પ લીધો હતો. (અહેવાલ : અજય કાંજીયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!