ગુજરાત વિધાનસભા કાર્યાલય ખાતેમહિલા ભાજપ શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ (ભાજપ) દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે મોરબી-65 ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. આ મુલાકાત દરમિયાન મોરબી શહેરના વિકાસ અને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેર પ્રમુખે માનનીય મુખ્યમંત્રી અને મંત્રીઓના માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં મોરબીના વિકાસ માટે સરકારના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી. – દિવ્યક્રાંતિ ન્યૂઝ, મોરબી
























