Sunday, April 20, 2025
HomeFeatureરવિવારે મોરબીની શાળાઓમાં ગુજકેટની પરીક્ષા લેવાશે

રવિવારે મોરબીની શાળાઓમાં ગુજકેટની પરીક્ષા લેવાશે

પરીક્ષા અંતર્ગત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) – 2025 ની પરીક્ષા આગામી તા. 23ના રોજ સવારે 10 થી 4 કલાક દરમિયાન યોજાનાર છે.

આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી ખાતે ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) – 2025 ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટર (સો મીટર) ના વિસ્તારમાં 23 ના રોજ સવારે 10:00 થી 16:00 કલાક દરમિયાન ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં.

પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી. ઉપરાંત નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!