Sunday, April 20, 2025
HomeFeatureભર ઉનાળે કચ્છમાં આવ્યો વરસાદ, અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ ત્રાટક્યો

ભર ઉનાળે કચ્છમાં આવ્યો વરસાદ, અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ ત્રાટક્યો

આજે કચ્છના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો. પશ્ચિમ કચ્છના અલગ અલગ વિસ્તારમાં માવઠું. નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા. ભૂજના અલગ અલગ વિસ્તારમાં પણ છાંટા પડ્યા. બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો.

ભર ઉનાળે અચાનક કચ્છના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. પશ્ચિમ કચ્છમાં વાતાવરણમાં મોટી હલચલ જોવા મળી. નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

સવારથી કચ્છમાં તડકો હતો, પરંતું બપોર બાદ ઓચિંતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. નખત્રાણાના ઉલટ વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. તો ભુજમાં પણ ઝરમર વરસાદી છાંટા અનુભવાયા હતા.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે. c

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!