બાળકોમાં નાનપણથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને દેશ-દુનિયામાં થયેલ અદ્યતન આવિષ્કારોથી વાકેફ થાય તે માટે લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તેમજ દાતાશ્રીઓના સહયોગથી ટંકારા તાલુકાની હિરાપર પ્રાથમિક શાળાનાં બાળકોને નિઃશુલ્ક રિજનલ સાઈન્સ સેન્ટર ભુજની મુલાકાત કરાવવામાં આવી હતી.

જ્યાં અલગ-અલગ છ પ્રકારની થીમ પર ગેલેરી બનાવવામાં આવી છે જેમાં સ્પેસ ગેલેરી,મરીન ગેલેરી,મેથ્સ ગેલરી,રોબોટિક ગેલેરી,ઉર્જા ગેલરી,નેનો ટેકનોલોજી,3D શો વગેરે વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી.આ પ્રવાસના આયોજનથી માંડીને મંજૂરી સુધીની જહેમત શાળાના આચાર્ય બેચરભાઈ ગોધાણીએ અને સ્ટાફે ઉઠાવી હતી.























