ગુજરાત ગેસના મેનેજિંગ ડાયરેક્ટરને મોરબી સિરામિક એસો. દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. અને ઘણા કારખાના હાલમાં બંધ છે ત્યારે ડોલરનો ભાવ ઉંચો જતાં ઈન્ડસ્ટ્રીઝને મંદીનો બેવડો માર પડી રહ્યો છે જો કે, વિશ્ર્વ બજારમાં ગેસના ભાવમાં ઘટાડો થયો છે.

તેને ધ્યાને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસના ભાવમાં રાહત આપવામાં આવે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ ટકી શકે તેમ છે. વધુમાં જણાવ્યુ છે કે, વર્ષ 2019-20 માં વેરા સમાધાન યોજના અમલમાં આવી હતી. અને સામાન્ય રીતે દર પાંચ વર્ષે વેરા સમાધાન યોજનાની સ્કીમ આવતી હોય છે.

તેથી હવે 2024-25ના વર્ષમાં આવી જ વેરા સમાધાન યોજના અમલમાં મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને વેટ કાયદા હેઠળની વસુલાત રાહત યોજના એક વર્ષ અગાઉ લગભગ દરેક રાજ્યમાં આવેલ છે જે ગુજરાત રાજ્યમાં આવેલ નથી જેથી વેરા સમાધાન યોજના લાવી મૂળ વેરો ભરાવી દંડ અને વ્યાજમાં સંપૂર્ણ માફી આપવામાં આવે તેવી કેબિનેટ મંત્રીઓને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.






















