Sunday, April 20, 2025
HomeFeatureમોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પધારો મારા આંગણે રંગારંગ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પધારો મારા આંગણે રંગારંગ કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રંગીન કાર્યક્રમ પધારો મારા આંગણેનું આયોજન કરવામાં આવ્યું હતું  ત્યારે કૃષ્ણ-રાધાની છબી, ફૂલની હોળી અને નૃત્યએ ઢળતી સંધ્યામાં અનેરા રંગો પૂર્યા હતા. વિવિધતામાં એકતાનો આ કાર્યક્રમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. લોકોએ તાળીઓના ગલગળાટ આ કાર્યક્રમને વધાવી લીધો હતો. અને દેશની અલગ અલગ પ્રદેશની સંસ્કૃતિના દર્શન પણ એક મંચ પર થયા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની રમતો, રેમ્પ વોક અને અન્ય આકર્ષક પ્રવૃત્તિઓએ સૌને આકર્ષ્યા હતા. મુસ્કાનના વેલ્ફેર સોસાયટીના તમામ સભ્યોએ રેમ્પ પર પોતાનો આગવી પ્રતિભા સાથે અનેરા કામણ પાથાર્યા હતા.

તો વિવિધ પ્રદેશોના નૃત્યોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને આ તકે 40 થી વધુ ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર મનોરંજનનો કાર્યક્રમ ન હતો, પરંતુ તે સામાજિક એકતા અને સમરસતાનું પ્રતિક પણ હતો. આ સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે, સાથો સાથ મોરબી પંથકની મહિલાઓ પણ વધુ ને વધુ સંખ્યામાં જોડાઈ તેવો અનુરોધ સંસ્થાએ કર્યો છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!