મોરબીમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ મા શ્રી કેશવાનંદ બાપુ ટ્રસ્ટ સંચાલિત ખોખરા હનુમાન ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ત્યાં રહેતા સીસીઆઇના બાળકોની મોરબી જિલ્લા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ વિઝીટ કરી હતી અને બાળકોના ચહેરા પર રંગબેરંગી કલરોથી રમાડીને બાળરાજાના ચહેરા ઉપર મુસ્કાન લાવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CWC ના ચેરમેન રમાબેન ગડારા અને તેમની સાથે સભ્યોમાં બીપીનભાઈ વ્યાસ, પિયુતાબેન પટેલ, ખુશ્બુબેન કોઠારી તેમજ દીપાબેન રાવલ સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને કનકેશ્ર્વરી માતાજી તરફથી આશીર્વાદ મળ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કિરણબા દિલીપભાઈ અને સર્વે સભ્યોએ જહેમત ઉઠાવી હતી.























