વિવિધ સેવાકીય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે શ્રીમતી અલ્પા બેન કક્કડ (સ્થાપક – માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા) ને સ્વંયસિદ્ધા સન્માન પત્ર અને એવોર્ડ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું
ભુજ: ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિનું અનોખું યોગદાન છે. આ જ સંદર્ભમાં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, તારીખ 15 માર્ચ 2025 ના રોજ હીરાલક્ષ્મી મેમોરિયલ પાર્ક, વંદે માતરમ, ભુજ ખાતે ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા તથા INNER WHEEL CLUB OF MADHAPAR LOTUS દ્વારા “સ્વંયસિદ્ધા સન્માન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.


આ કાર્યક્રમમાં વિવિધ સેવાકીય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે શ્રીમતી અલ્પા બેન કક્કડ (સ્થાપક – માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા) ને સ્વંયસિદ્ધા સન્માન પત્ર અને એવોર્ડ દ્વારા વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે અનેક પ્રસિદ્ધ વ્યકિતઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રીમતી પારુલબેન કારા (પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત, કચ્છ), મીનાબેન દાવડા (ડાયરેક્ટર, મોમ્સ સ્કૂલ, કચ્છ), ડો. સુરભીબેન આહીર (એસ. આર. કે. કેમ્પસ હેડ), ડો. રૂપાલિબેન મોરબીયા, પાબીબેન રબારી (ઇન્ટરનેશનલ પર્સનાલિટી), અર્ચનાબેન ગાંધી, ડો. મમતા બેન ભટ્ટ સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી, આ સન્માન સમારંભને ઉજ્વળ બનાવ્યો.

મોરબી શહેર મહિલા મોરચા (ભાજપ) ના પ્રમુખ અને ઇન્ડિયન લાયન્સ ક્લબના સભ્ય તરીકે શ્રીમતી અલ્પા બેન કક્કડ દ્વારા સમાજ સેવા અને ગૌ સેવા ક્ષેત્રે આપેલા અનન્ય યોગદાનને સન્માનિત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા મહિલા શક્તિના ઉદ્ગમ અને સમાજમાં તેમના અમૂલ્ય પ્રદાનને ઉજાગર કરવામાં આવ્યું, જે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ માટે પ્રેરણાદાયી સાબિત થશે.






















