


વાંકાનેર, 13 માર્ચ 2025 – વાંકાનેરના હાઇવે જકાતનાકા નજીક આવેલ રેલ્વે ઓવરબ્રિજ પર આજે રાત્રે 11 વાગ્યાના આસપાસ એક મહાકાય ટ્રક ગડર સાથે અથડાતા ગડર ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.

ઘટના સમયે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) જવાનો અને હાઈવે ઓથોરિટીનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો જેઓ તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. તેઓએ ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી.

આ ઘટનાથી હાઇવે પર ટ્રાફિક વ્યવહાર અસરગ્રસ્ત થયો છે. સંબંધિત અધિકારીઓ દ્વારા માર્ગની વહેલી તકે પુનઃસ્થાપના માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે, અને ટ્રક ડ્રાઈવર અને માલિક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. (રિપોર્ટ : અજય કાંજીયા)






















