Wednesday, March 26, 2025
HomeFeatureજન સુરક્ષા અને સલામતી માટે હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ દ્વારા ઑફ સાઈટ...

જન સુરક્ષા અને સલામતી માટે હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ કરાઈ

ઓઈલની પાઈપલાઈનમાં સંભવિત લીકેજ અને આગની ઘટનાનું રિહર્સલ કરી ઉપસ્થિત લોકોને જરૂરી માર્ગદર્શન અપાયું

Divyakranti News: Date; 11-3, મોરબીમાં હળવદ તાલુકાના ઇસનપુર ગામ નજીક આવેલી આઈ.ઓ.સી.એલ. – ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની પાઇપલાઇન પાસે સલામતી અને સુરક્ષા માટે ઑફ સાઈટ મોક ડ્રિલ કરવામાં આવી હતી.

મોક ડ્રિલની વિગતો અનુસાર ઇસનપુર ગામ નજીકથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના પશ્ચિમી ક્ષેત્ર પાઇપલાઇન્સ વિરમગામ હેઠળની બાય ડાયરેક્શન ૧૬ ઈંચની પાઇપલાઇન પસાર થાય છે. કોયલી થી કંડલા સુધી વિવિધ પેટ્રોલિયમ પેદાશોનું વહન કરતી આ પાઇપલાઇનમાં આજ રોજ તા. ૧૧/૦૩/૨૦૨૪ના સવારના સમયમાં લાઈન ચેકિંગ દરમિયાન લીકેજની સંભાવના જણાઈ હતી. જેથી આ બાબતે તાત્કાલિક ધોરણે સુપરવાઇઝર અને કન્સલ્ટ અધિકારીને જાણ કરવામાં આવી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓએ ત્યાં પહોંચી સ્થળ નિરીક્ષણ કરી લીકેજ અંગે કંટ્રોલરૂમને જાણ કરી હતી.

આ ઘટનાના આધારે ત્વરિત પગલાં લઈ આરસીપી ત્રણ અને આરસીપી ચારના વાલ્વ બંધ કરી પેટ્રોલિયમ પેદાશોનું વહન બંધ કરવામાં આવ્યું હતુ તથા અસરગ્રસ્ત વિસ્તારને બેરીકેટ કરી પ્રવેશ બંધી કરાવી મેન્ટેનન્સ ટીમને જાણ કરવામાં આવી હતી. મેન્ટેનન્સ ટીમે આવી સ્થળની તપાસ કરીને મોબાઈલ મેન્ટેનન્સ વાન ત્યાં તૈનાત કરવામાં આવી હતી. લીકેજ વધતા સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય તેમ હોવાથી લીકેજ બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેના માટે નોન સ્પાર્કલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઘટના સ્થળ પર અચાનક આગ ફાટી નીકળી હતી જેથી ત્યાં હાજર ફાયર ફાઈટર થકી કેમિકલ ફોર્મથી આગ કાબુમાં લેવામાં આવી હતી અને હળવદ નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા પણ આગ બુઝાવવામાં મદદ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન એક કર્મચારીને ઇજા પહોંચતા 108 બોલાવી તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આખરે મેન્ટેનન્સ ટીમે પરિસ્થિતિ કાબુમાં હોવાની સૂચના આપતા પરિસ્થિતિ થાળે પડી હતી અને સામાન્ય ગતિવિધિઓ શરૂ કરવામાં આવી હતી અને આ સમગ્ર પ્રક્રિયા મોક ડ્રિલ જાહેર કરવામાં આવી હતી.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની આ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઈનમાં ઘણી વાર ચેડા કરવામાં આવતા હોય છે. આ પાઇપલાઇન માંથી પ્રેસરથી પાઇપ પેટ્રોલિયમનું વહન કરવામાં આવે છે ત્યારે આ પ્રકારના કૃત્ય થકી આગ કે પ્રદૂષણનો ભયંકર ખતરો રહે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓ દ્વારા દિવસ-રાત જન સુરક્ષા અને સલામતી તથા પર્યાવરણની તકેદારી રાખવામાં આવે છે. લોકો પણ આ બાબતે જાગૃત બની સલામતી જાળવી શકે તે માટે જાગૃતિ કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોક ડ્રીલ બાદ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોને સલામતી અને સુરક્ષા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રિસ્પોન્સી ટીમ દ્વારા આ સમગ્ર પરિસ્થિતિ કેવી રીતે તાંબામાં લીધી તે માટેની માહિતી આપવામાં આવી હતી તેમજ જાગૃતિ માટે કેલેન્ડરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

મોક ડ્રિલમાં હળવદ મામલતદાર , આઈ.ઓ.સી.એલ વિરમગામના જનરલ મેનેજર  મનોજ ગુપ્તા. ડાયરેક્ટર જનરલ મેનેજર  આશિષ ગોખલે, મોરબી ડિઝાસ્ટર શાખાના કન્સલટન્ટ  ધાર્મિક પુરોહિત,  આઈ.ઓ.સી.એલના અન્ય સ્ટાફમાં   ડી.આર. પાટસ્કર,   પિયુષ મહેતા,   અનિકેત કુમાર,   એસ.એમ. કલીમ,   ભાસ્કર જોશી,   ગિરિરાજસિંહ ચૌહાણ તથા ગ્રામજનો અને શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!