જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા (દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-3, મહેન્દ્ર ઘાટ ખાતે તૂટી ગયેલી પાળી અંગે મોરબી શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રીમતી આરતીબા રાણાએ તાત્કાલિક પગલાં ભરતાં, તારીખ 06-02-2025 ના રોજ મોરબીના માનનીય કમિશનર સ્વપ્નિલ ખરેને લેખિતમાં રજૂઆત કરી હતી.
આ રજૂઆતના અનુસંધાને, કમિશનરશ્રીએ થોડા જ દિવસોમાં પાળીનું કામ શરૂ કરવાની ખાતરી આપી હતી. તેમનાં વચન અનુસાર, આજે મહેન્દ્ર ઘાટ ખાતે પાળીનું મરામતનું કામ શરૂ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર ઘાટ પર તૂટી ગયેલી પાળીથી સ્થાનિક નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મહિલા મોરચા ઉપપ્રમુખશ્રી આરતીબા રાણાની તત્પરતા અને કમિશનરશ્રીના ઝડપી નિર્ણયો ફળીભૂત થયા છે, જેનો પ્રભાવ શહેરવાસીઓ માટે હિતકારક સાબિત થશે.

આ વિકાસપ્રક્રિયાના આરંભ બદલ, ઉપપ્રમુખ આરતીબા રાણાએ કમિશનર સ્વપ્નિલ ખરેનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

























