શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા શ્રી ગઢીયા હનુમાન દાદા ના મંદિરનાં 25 વર્ષ (રજતજયંતિ મહોત્સવ) નિમીતે તા 8/3/25 ને શનિવાર ના રોજ સવારે 8.30 થી બપોરે 2 વાગ્યા સુધી ભાટિયા સોસાયટી ખાતે આવેલ ગંગેશ્વર મહાદેવમંદિર ના સાનિધ્ય મહારક્ત દાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે

આ કેમ્પ ને સફળ બનાવવા માટે વાંકાનેર ની અલગ અલગ સંસ્થાઓ તેમજ સોશીયલ ગૃપો તેમજ આ મહારક્ત દાન કેમ્પ વાંકાનેર નાં રક્તવીરો ને પ્રોત્સાહિત કરવા માટે દાતાશ્રી ઓ તરફથી સન્માન પત્ર તેમજ ગિફ્ટ આપવામાં આવી હતી આ કાર્યક્રમ નું દિપ પ્રાગટ્ય જે લોકોએ વધુ રક્તદાન કર્યુ તે રક્તદાતાઓ તેમજવિશ્વ મહિલા દિવસ હોય મહિલાઓનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું

આ દિવસે પોસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ યોજનાઓની માહિતી તેમજ આધારકાર્ડ સુધારા વધારા નો કેમ્પ પણ સાથે રાખેલો હતો આ કાર્યક્રમમાં વાંકાનેર નાં ડીવાય એસ પી સાહેબ પી એસ આઈ સાહેબ તેમજ રાજકીય આગેવાનો સમાજિક સંસ્થાઓના આગેવાનો રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કરવા ખાસ હાજાર રહ્યા હતા

આ કેમ્પ માં વિશેષ સેલ્ફી પોઇન્ટ તેમજ રક્તવીરોનું મેડલ થી મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ રક્તદાતા ઓ દ્વારા આશરે 117 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે ગઢીયા હનુમાન મિત્ર મંડળ તેમજ સાથે જોડાયેલા સંસ્થાઓના શભ્યો દ્વારા ભારેજહેમત ઉઠાવી હતી (Report : Ajay Kanjiya, wankaner)




















