Wednesday, March 26, 2025
HomeFeatureઆસામ પોલીસે વિવાદી યુ-ટયુબર રણવીર અલાહાબાદિયાને ધકકે ચડાવ્યો: પૂછપરછ કરી

આસામ પોલીસે વિવાદી યુ-ટયુબર રણવીર અલાહાબાદિયાને ધકકે ચડાવ્યો: પૂછપરછ કરી

વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ: પૂછપરછમાં રણવીર સહયોગ આપી રહ્યો છે: પોલીસ

સમય રૈનાના ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં વાંધાજનક ટીપ્પણીઓ કર્યા બાદ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા  મુશ્કેલીમાં ફસાયો છે. શુક્રવારે રણવીર અલ્લાહબાદિયા ગુવાહાટીમાં આસામ પોલીસ  સમક્ષ હાજર થયો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ કથિત રીતે રણવીરને ધક્કો મારીને લઇ ગયા હતાં. પોલીસકર્મીઓ રણવીરને પકડીને લઇ જતાં હોય એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં પોલીસકર્મીઓ રણવીરને ધક્કો મારી રહ્યા હોય તેવું લાગે છે.

ગુવાહાટી પોલીસે રણવીરની ચાર કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. વાયરલ થયેલા એક વીડિયોમાં દેખાય છે કે કેટલાક પોલીસ અધિકારીઓ રણવીરને સીડી ઉપર લઈ જાય છે. તેમાં કેટલાક પોલીસકર્મીઓ કેટલાક ધક્કામુક્કી અને ખેંચતાણ કરતા હોય તેવું લાગી રહ્યું છે.

અહેવાલ મુજબ રણવીર ગુરુવારે રાત્રે ગુવાહાટી પહોંચ્યો હતો. શુક્રવારે રણવીર ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી. તેની સાથે તેના વકીલ પણ હતા.

પોલીસ અધિકારી એ જણાવ્યું કે, રણવીર બપોરે 12.30વાગ્યાની આસપાસ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યો હતો. તેની ચાર કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી. તેમણે પોલીસને સહકાર આપ્યો છે અને અમારા બધા પ્રશ્ર્નોના જવાબ આપ્યા છે.

અધિકારીએ કહ્યું કે રણવીરે ભવિષ્યમાં પણ પોલીસને સહયોગ આપવાની ખાતરી આપી છે અને જ્યારે પણ તેમને કેસ માટે બોલાવવામાં આવશે ત્યારે તેઓ ગુવાહાટી આવશે.

યુટ્યુબ પર બીયરબાઈસેપ્સથી જાણીતા રણવીર અલ્લાહબાદિયાએ સમય રૈનાના યુટ્યુબ શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ માં માતા-પિતા અને સેક્સ અંગે ટિપ્પણી કરી હતી. જેના કારણે તેના સામે કેટલાક શહેરોમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!