ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે.

હાલ 181 મહિલા હેલ્પલાઇન હેઠળ ગુજરાત રાજ્યમાં કુલ 59 રેસ્ક્યુવાનનો કાફલો 24ડ્ઢ7 મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત છે અને છેલ્લા 10 વર્ષનાં સમય ગાળામાં ગુજરાત રાજ્યમાંથી 16,16,884થી વધારે કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં એક 181રેસ્ક્યુ વાન ટીમ કાર્યરત છે .

10 વર્ષ ની સફળ કામગીરી દરમ્યાન 181 ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા મોરબી જિલ્લામાં કુલ 27,884 જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ-સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ છે. અને 181 ‘અભયમ’ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે.

તેમજ તાકીદની પરીસ્થિતિમાં 181 અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ ઘટના સ્થળ ઉપર જઇ ને 6193 જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે. વર્ષ 2024માં 181 ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા મોરબી જિલ્લામાં કુલ 786 જેટલા કિસ્સાઓમાં મહિલાઓ ને તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર 181 અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઇ ને મદદ પુરી પાડેલ છે.




















