જૂનાગઢના સાસણ ખાતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 7મી નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રોજેક્ટ લાયન, પ્રોજેક્ટ એલીફન્ટ, પ્રોજેક્ટ ચિત્તા, પ્રોજેક્ટ ડોલફીન અને પ્રોજેક્ટ લેપર્ડની ચર્ચા કરવામાં આવી હતી. વન્ય જીવોના સંરક્ષણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ગદર્શન આપતા કહ્યું કે, સિંહોના સંવર્ધન માટે લોક ભાગીદારી જરૂરી છે.

ગુજરાતના જૂનાગઢના સાસણ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 7મી નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશમાં અગત્યના પ્રાણીઓની પ્રજાતિઓને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રોજેક્ટ લાયન, પ્રોજેક્ટ એલીફન્ટ, પ્રોજેક્ટ ચિત્તા, પ્રોજેક્ટ ડોલફીન અને પ્રોજેક્ટ લેપર્ડ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

વન્ય જીવોના સંરક્ષણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ગદર્શન આપતા કહ્યું કે, સિહોના સંવર્ધન માટે, લોક ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં સિંહોની સંખ્યાની સાથે સાથે તેમનો વિસ્તાર પર વધ્યો છે. સિંહ માટે પહેલા માત્ર ત્રણ જિલ્લામાં 15 હજાર સ્ક્વેર કિલોમીટરનો એરિયા જ હતો.

આજે ગીર પંથકમાં સિંહની સંખ્યા વધીને 674ની થઈ છે. તેની સાથે સાથે તેમનો વિસ્તાર પણ વધીને 9 જિલ્લામાં 30 હજાર સ્કેવર કિલોમીટરનો થયો છે. સિંહોની સંખ્યા અને વિસ્તાર વધતા તેના સંવર્ધન માટે લોક ભાગીદારી પર PM નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો.

બેઠકના અંતે પીસીસીએફ એ.પી. સિંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ 7મી નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. ગુજરાતમાં સિંહના સંવર્ધન માટે વર્ષ 2020થી પ્રોજેક્ટ લાયન અમલમાં છે. સિંહનો વિસ્તાર વધવાની સાથે તેમની સંખ્યા પણ નોંધપાત્ર વધી છે. ગુજરાતમાં છેલ્લા હાથ ધરાયેલ સિંહની વસ્તી ગણતરી મુજબ ગીર પંથકમાં સિંહની સંખ્યા 674ની થઈ છે. જે તેના સંવર્ધનને કારણે શક્ય બન્યું છે. સિંહની સંખ્યા વધવાની સાથે સાથે તેમના વિસ્તારમાં પણ વધારો કરવામાં આવ્યો છે.



















