રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનાં અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માર્ગદર્શિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તથા મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતાનાં જન્મ દિવસનાં અનુસંધાને આકાશ દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અને આકાશ દર્શન કાર્યક્રમ મોરબીની શ્રી આદર્શ નિવાસી શાળા રફાળેશ્વર ખાતે રાખવામા આવેલ હતો અને સાથે ન્યૂ નવલખી પ્રાથમિક શાળાના શિક્ષક કેવિનભાઈ નાટળા, ડાયેટ મોરબીનાં કૌસલભાઈ પટેલ, આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર- મોરબીના જિલ્લા કો-ઓડિનેટર દિપેનકુમાર એલ. ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






















