આજે વાત કરવી છે.એવા રાઈડ ગ્રુપની કે જેમને પોતાના સાહસોથી અલગ ઓળખ ઉભી કરી છે.The Biker Bandits એક એવું ગ્રુપ કે જેમણે કચ્છથી શરૂઆત કરી આખા ભારતનો પ્રવાસ ખેડવાની ચાહ સાથે મહાદેવની અનોખી ભક્તિ બાઈક રાઈડથી કરે છે. દર વર્ષે અલગ અલગ જગ્યા મહાદેવના આસ્થાના કેન્દ્રો પર બાઈક રાઈડ કરતા હોય છે.

ગયા વર્ષે મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરની સફર કરી હતી અને આ વર્ષે મહાશિવરાત્રી પહેલા જ ટ્રીમ્બકેશ્વર,ભીમાશંકર, ગ્રિષ્ણેશ્વરની 6 દિવસમાં 2200 કિલોમીટરની સફર પૂર્ણ કરી કાલે જ કચ્છ પરત ફર્યા છે.અને ટૂંક સમયમાં 12 જ્યોર્તિલિંગનું પ્રવાસ પૂર્ણ કરવાની ચાહ દર્શાવી છે.બાઇકર બનવાની સફરમાં દર વર્ષે 2200 થી 2500 સફર કરતા હોય છે.

તેમની આ જર્નીને સ્થિતિસ્થાપકતા, જુસ્સા અને અવરોધોને તોડવાની ગણાવે છે, બીજાઓને તેમના સપનાઓને અનુસરવા માટે પ્રેરણા લેવી જોઈએ.ટૂંકી મુસાફરીથી શરૂઆત કરીને આખા ભારત ફરવાનું સાહસ ખેડ્યું છે.

ગ્રુપના 4 સભ્યની વાત કરીએ તો શકતીસિંહ પરિહર, અર્જુન વિરયાસ, છત્રરાજસિંહ જાડેજા, વિનોદ ઠાકોરએ અનેક ઉતાર ચડાવ જોયા પણ મનમાં એક જ લક્ષ અને દૃઢ નિણઁયથી તેવો ડગ્યા નહિ! આમ અનેક પડકારજનક ક્ષણોનો સામનો કરી આગળ વધી રહ્યા છે.




















