આવતીકાલે રવિવાર તા. 2ના ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન તેમજ વિશ્વના માનીતા નેતા નરેન્દ્રભાઇ મોદી સાસણ ખાતે આવતીકાલે પધારી રહ્યા છે. તેને લઇને છેલ્લા પાંચ દિવસથી તંત્ર પોલીસ વિભાગ, ફોેરેસ્ટ ડિપાર્ટમેન્ટ સહિતના જુદા જુદા વિભાગો, પીડબલ્યુડી દ્વાર રાત દિવસ ઉંધા માથે કામ કરી રહ્યા છે.

જુનાગઢ નીચે આવતા સાસણ ગીર અભ્યારણ્યની વિશ્વ વન્ય જીવ સૃષ્ટિ વાઇલ્ડ લાઇફ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણ ખાતે આવતીકાલે સાસણ ખાતેના ખોડીયાર ગામ પાસે ડામરથી મઢીને ત્રણ રોડ બનાવી હેલીપેડ તૈયાર કરવામાં આવેલ છે.

જુનાગઢ પીડબલ્યુડી સ્ટેટ મકાન-માર્ગ વિભાગના કાર્યપાલક નાઘેરાના માર્ગદર્શન નીચે નાયબ કાર્યપાલક ઇજનેર આબેદાબેન, નાયબ કાર્યપાલક ઇજનેર વિવેક ગૌસ્વામી અને તેની ટીમે જુનાગઢ યુવનગર, મેંદરડા, સાસણનો 54 કિ.મી.નો રોડ પેવર ડામરથી મઢી અરીસા જેવો બનાવી સાસણથી તાલાલા વચ્ચેનો 16 કિ.મી.નો રોડ નેશનલાઇઝ ડીઝાઇનથી નવો નકોર બનાવી કુલ 70 કિ.મી. રોડ તેમની બંને સાઇડો મેટલીંગ ઉપરાંત મેંદરડા, સાસણ વચ્ચે પાંચેક જેટલા પુલની રેલીંગ લોખંડના પાઇપ નાખી રોડની કામગીરી કરી રોડની બંને સાઇડ સાઇન બોર્ડ રોડ ફલોટીંગ પટ્ટા સહિતની કામગીરી કરવામાં આવી છે.

રોડની બંને સાઇડ જંગલના વૃક્ષોના કટીંગ કરી રોડ નેશનલ હાઇવે જેવો 70 કિ.મી.નો બનાવવામાં આવી રહ્યો છે. જુનાગઢ કલેકટર અનિલ રાણાવસીયા અને અધિક્ષક કલેકટર ચૌધરીએ દેશમાં પ્રથમ વખત જુનાગઢ, મેંદરડા, સાસણ રોડ 54 કિ.મી. તેમજ સાસણ, તાલાલા 16 કિ.મી. સહિત કુલ 70 કિ.મી. રોડને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુકત કરવામાં આવ્યો છે.

રોડની બંને સાઇડો પરથી પીડબલ્યુડી સ્ટેટના સહકારથી એક પણ પ્લાસ્ટીકને સાફ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સાઇડો રીમેટલીંગથી મઢી દેવામાં આવ્યા છે.

લોકમુખે ચર્ચા થઇ રહી છે કે દર વર્ષે વડાપ્રધાન ચોકકસપણે સાસણ આવે જેથી રોડ રસ્તા સહિતની કામગીરીનો લાભ પ્રવાસીઓ અને રહીશો ઉપરાંત વાહન ચાલકોને મળી રહે તેવી લાગણી અનુભવી રહ્યા છે.આજે તા. 1ને શનિવારના જામનગર રાત્રી રોકાણ બાદ રિલાયન્સની મુલાકાત લઇ ભોજન બાદ હેલીકોપ્ટરથી સાસણ ખાતે બપોરના તા. 2ને રવિવારના 12.30 કલાકે સાસણ હેલીપેડ ખાતે આગમન કરશે જયાં સિંહ દર્શન કરી રાત્રી રોકાણ કરશે.

50 વાઇડ લાઇફ ફોરેસ્ટના તજજ્ઞો સાથે બેઠક કરશે બાદ તા. 3-3ને સોમવારના સોમનાથ દાદાના ચરણમાં શીશ ઝુકાવશે તેમજ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે.વડાપ્રધાન સાથે દેશના ગૃહમંત્રી અમિત શામહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. સોમનાથ ખાતે ભોજન લઇ તેઓ સીધા રાજકોટ હીરાસર ઇન્ટરનેશલ એરપોર્ટથી બપોરના 2.30 કલાકે દિલ્હી જવા નીકળી જશે. વડાપ્રધાનની ઝેડ પ્લસ સુરક્ષા ઉપરાંત 8 એસપી, 15 ડીવાયએસપી, 30 પીઆઇ, 100 પીએસઆઇ સહિતનો કડક પોલીસ બંદોબસ્ત ગોઠાવાયાનું રેન્જ આઇ.જી. નિલેષ જાંજડીયાએ જણાવ્યું છે.

















