કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ધોરડો ખાતે સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો આહલાદક નજારો નિહાળ્યો હતો.

રાષ્ટ્રપતિએ સફેદ રણની રમણીય સાંજને માણતા માણતા કેવી રીતે ધોરડો ગામે દુનિયાના “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો ખિતાબ હાંસલ કર્યો તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.

કચ્છના રણની મુલાકાત દરમિયાન ધોરડો ગામના સરપંચ મિયાં હુસેને આ સ્થળ કેવી રીતે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું તેના વિશે રાષ્ટ્રપતિશ્રીને અવગત કરાવ્યા હતા.

ધોરડો સફેદ રણની મુલાકાતે આવેલા પ્રવાસીઓનું અભિવાદન ઝીલીને ધોરડોના વિકાસ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, કચ્છ સાંસદ વિનોદ ચાવડા, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર એસ.છાકછુઆક, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, મદદનીશ કલેક્ટર ઇ.સુસ્મિતા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેકટર મિતેષ પંડ્યા,

ગુજરાત પ્રવાસન નિગમના જનરલ મેનેજર ચેતન મિસણ, ભુજ પ્રાંત અધિકારી ડો. અનીલ જાદવ, જિલ્લા પુરવઠા અધિકારી અર્શી હાસમી, નાયબ વન સંરક્ષક બી.એમ.પટેલ, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી એ.એન.શર્મા સહિતના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















