મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે આવેલ સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્ર્વર શ્રી શ્રી 1008 માઁ શ્રીકનકેશ્ર્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ કાલે તા. 2/3 ને રવિવારના રોજ આસ્થા, શ્રદ્ધા, અહોભાવની સાથે ધૂમધામથી ઉજવવામાં આવશે.

મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે કાલે જે પ્રાગટ્યોત્સવ યોજવાનો છે તેના માટે આયોજકો દ્વારા ભાવિકજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા. 1/3 ને શનિવારની રાત્રે 9:00 કલાકે સંતવાણી, ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સાધ્વીજી શ્રીજયશ્રી માતાજી (ભજનીક), નવીનભાઈ જોષી (ભજનીક) અને દેવેનભાઈ વ્યાસ (હાસ્ય કલાકાર) જમાવટ કરશે.





















