કાગદડી ખાતે ગૌશાળા ના લાભાર્થે આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ ઝાલા ની ટીમ શિવ શક્તિ ઇલેવન ફાઇનલમાં વિજેતા બની છે.

આ ટુર્નામેન્ટમાં અનેક પ્રતિભાશાળી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં શિવ શક્તિ ઇલેવનની શાનદાર પ્રદર્શનથી તેમણે ફાઇનલ સુધીની મજબૂત સફર પૂરી કરી.

ફાઇનલ મેચમાં ઉત્સાહપૂર્ણ સ્પર્ધા જોવા મળી હતી, જેમાં શિવ શક્તિ ઇલેવનની ટીમે ઉત્કૃષ્ટ રમત પ્રદર્શિત કરી અને વિજય હાંસલ કર્યો.વિજેતા ટીમને ટ્રોફી અને સન્માન એનાયત કરવામાં આવ્યું.

ગૌશાળા ના હિતમાં યોજાયેલ આ ટુર્નામેન્ટ દ્વારા ગૌસેવાના શુભકાર્યમાં યોગદાન આપવા તમામ ખેલાડીઓ અને આયોજકોની ભુમિકાને પ્રશંસા મળતી જોવા મળી.




















