અમદાવાદની મુલાકાતે આવેલા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી : મહારાષ્ટ્રમાં પણ કામ પૂરજોશમાં
અમદાવાદથી મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન ટુંક સમયમાં જ દોડતી જોવા મળશે. અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ 360 કિલોમીટર પૂર્ણ થઇ ગયું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં આ માહિતી આપી હતી.રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદની મુલાકાતે છે.

અમદાવાદમાં રેલ્વે સ્ટેશનની કામગીરી તેમજ બુલેટ ટ્રેનની કામગીરીને લઇને રેલ્વે મંત્રીએ મહત્ત્વની માહિતી આપી હતી.અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બુલેટ ટ્રેનની કામગીરી સારી છે અને 360 કિમી કામ પૂર્ણ થઇ ગયું છે.

જો અઢી વર્ષનું લોસ થયું હતું ઠાકરેજીએ પરમિશન આપી નહતી તે પણ પૂર્ણ થઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ સારી પ્રોગ્રેસ છે. જે અંડર સી સમુદ્રની અંદર ટનલ બનવાની છે 2 કિલોમીટરની અંદર સી ટનલ બની રહી છે. તે પણ સારી કામગીરી ચાલી રહી છે.

ગુજરાતમાં બજેટમાં 17 હજાર 155 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે યુપીએની સરકાર હતી કોંગ્રેસની સરકાર હતી ત્યારે 500-600 કરોડ ફાળવવામાં આવતા હતા. આજે તેનાથી 29 વધુ ફાળવવામાં આવ્યા છે.

ગુજરાતમાં ઇલેક્ટ્રિફિકેશન 97 કમ્પલિટ થયું છે આ વર્ષે 100 ટકા થઇ જશે.અમદાવાદ રેલ્વે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. રેલ્વે સ્ટેશનનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્ટેશન આસપાસ ટ્રાન્સપોર્ટ સરળતાથી ચાલે એ માટે એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યા છે.અમદાવાદની હેરિટેજ ઓળખ જળવાઈ રહે એ રીતે ડિઝાઇન રિવાઈઝ કરાઈ છે.

અમદાવાદ રેલ્વે સ્ટેશન 24 હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. અદ્યતન સુવિધાઓ સાથે નવું કાલુપુર રેલવે સ્ટેશન તૈયાર થશે. દેશનો સૌથી મોટો કોન્કોર્સ વિસ્તાર કાલુપુર રેલ્વે સ્ટેશન પર બનશે.

આ રેલ્વે સ્ટેશન પર 30 લિફ્ટ, 6 એસ્કેલેટર અને 25 સીડીઓ હશે.3000 કાર માટે પાર્કિંગ જગ્યા અને તેમના માટે 4 લિફ્ટ, 4 સ્ટાર હોટલ અને મોલ, શોપિંગ અને ફૂડ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવશે.સોલાર રૂફટોપ, ઊટ ચાર્જિંગ સ્ટેશન સહિત ઘણી અન્ય સુવિધાઓ પણ મળશે.

















