આવતીકાલે એક માર્ચથી અનેક ફેરફાર જોવા મળશે. જેમાં પહેલો ફેરફાર નોમિની સિસ્ટમ સાથે જોડાયેલો છે. નવા નિયમો, અંતર્ગત મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતા માટે રોકાણકારોએ હવે નોમિની જાહેર કરવો ફરજીયાત છે.

રોકાણકારે ખુદે જ પોતાનો નોમિની પસંદ કરવો પડશે.હવે રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલીયો અને ડીમેટ ખાતામાં અધિકતમ 10 નોમિની પસંદ કરી શકશે. હાલ એક કે બે નોમિનીનાં નામ આપવાની સુવિધા છે.

આ બધાને સંયુકત ખાતા ધારકના રૂપમાં જોવામાં આવી શકે છે કે પછી અલગ અલગ સિંગલ ખાતા કે ફોલીયો માટે પણ અલગ અલગ નોમિની પસંદ કરી શકાય છે.

આથી રોકાણકારને વધુ વિકલ્પ મળશે.યુપીઆઈથી વીમા પ્રિમીયમ ચૂકવવામાં સરળતા રહેશેનવી સુવિધા અંતર્ગત પહેલી તારીખથી યુપીઆઈના માધ્યમથી વીમા પ્રિમીયમ ભરાશે.

યુપીઆઈથી પેમેન્ટ સ્વીકૃતિનો મેસેજ વીમા ધારકને મળશે જેને ઓકે કરતાં જ વીમા પ્રિમીયમની રકમ ઓટોમેટીક ટ્રાન્સફર થઈ જશે.



















