મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ અન્વયે વીસીપરા (સ્લમ વિસ્તાર) માં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈ ઝુંબેશ દરમિયાન અંદાજિત ૫ ટન સોલિડ વેસ્ટ, કન્સ્ટ્રક્શન તથા ડિમોલેશન (C&D) વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ ૨ આસામી પાસેથી જાહેર સ્થળો પર ગંદકી કરવા બદલ રૂ. ૧૨૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ.

આ ઉપરાંત શ્રમદાન પુર્વે મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપરા મેઇન રોડ ખાતેથી બિનઅધિકૃત દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉક્ત કાર્યક્રમમાં મોરબી મ્યુનિસિપલ કમિશ્નર , ડેપ્યુટી કમિશ્નર , મોરબી મહાનગરપાલિકાના સ્ટાફ મિત્રો, રોટરી ક્લબ અને ઇન્ડિયન લાયન્સ ક્લબના સભ્યો, સફાઈ કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો તથા વિવિધ સામાજિક- ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિ ઓ જોડાયા હતા. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






















