મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અને જિલ્લાનાં જરૂરિયાતમંદ અને અતિ દયનિય પરિસ્થિતિ વાળા 150 ટીબીનાં દર્દીઓને “પ્રોટીન વાળા ખોરાકની કીટ વિતરણ” પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર વર્ષ દરમ્યાન દર મહિનાનાં છેલ્લા બુધવારે આ લોકોમાં પ્રોટીનકિટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

અને તે અંતર્ગત તા.26 ને બુધવારના રોજ સાંજે 4 થી 5 વાગ્યા દરમ્યાન જિલ્લા ક્ષય (ટીબી) કેન્દ્ર મહેન્દ્રસિંહજી હોસ્પિટલ વોરાબાગ સામે મોરબી ખાતે આ વર્ષની પ્રથમ પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.





















