Tuesday, March 25, 2025
HomeFeatureગિરિવરની ગોદમાં કાલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ

ગિરિવરની ગોદમાં કાલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ

સાધુ સંતોના ઉતારાઓ ધમધમવા લાગ્યા, ભાવિકોનું આગમન શરૂ, વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને અપાતો આખરી ઓપ

જુનાગઢમા ગરવા ગિરનારની તળેટીમા આવતીકાલ તા. 22 થી પાંચ દિવસનાં મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે ભવનાથ તળેટીમા ભજન-ભોજન અને કિર્તનનો જબરો માહોલ જામ્યો છે. સાધુ-સંતોના અખાડા અને ઉતારાઓમા ભાવિકોનુ આગમન થવા લાગ્યુ છે.

બીજી તરફ પોલીસ અને વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામા આવ્યો છે આ વર્ષે મેળામા લાખો ભાવિકો ઉમટી પડે તેવી શકયતાઓ ધ્યાને લઇ તંત્ર દ્વારા તૈયારી કરવામા આવી છે અનેક રસ્તાઓ વનવે જાહેર કરાયા છે તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે.

આભને ઓવારણા લઇ વાદળ સાથે વાતો કરતા ગરવા ગિરનારની ગોદમાં આદી અનાદી કાળથી જુનાગઢ ખાતે દર વર્ષે સમગ્ર રૂૂષી મુનીઓ, સાધુ સંતો, મહામંડલેશ્વરશ્રીઓ, દરેક અખાડાના સંતશ્રીઓ તેમજ ભકત કોટીના આશ્રમો અને તમામ સમાજના ઉતારા અન્નક્ષેત્ર દ્વારા તેમજ સરકારશ્રીના માઘ્યમથી અને સમગ્ર સમાજના આગેવાનો દ્વારા મહાશિવરાત્રીનો મેળો યોજાય છે. જેમાં આ વર્ષે પણ આ પરમ પવિત્ર શિવરાત્રી મહોત્સવ આડે બહોજ ઓછા દિવસો બાકી રહયા છે. ત્યારે કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ અને એકલિંગજી સેના દ્વારા તેની ભવ્યાતિ ભવ્ય ઉજવણીઓ કરવા માટેની સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.

પરમ કુપાળુ પરમાત્મા શ્રી દેવાધી દેવ મહાદેવની ભકિતમાં સમગ્ર સંતો મહંતો તેમજ સમગ્ર સમાજના લોકો જયારે ઓળઘોળ થવાના છે. ત્યારે આ અવસરે કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ અને એકલિંગજી સેના દ્વારા ભવનાથ ક્ષેત્રમાં જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ અને પુર્વ મેયર કરમણ કટારાના પુતળા પાસે ફોરેસ્ટની જગ્યા જુનાગઢ ખાતે સમગ્ર સમાજના લોકો સાધુ સંતો ભાઇઓ, બહેનો માતાઓ યુવાનો અઢારેય કોમ માટેનું છેલ્લા ઘણા વર્ષોથી સંપૂર્ણ મહા અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર ગુજરાતના ભાઇઓ-બહેનો વિગેરે દ્વારા આ કાર્યક્રમની અંદર સંપૂર્ણ પણે કોઇપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર વિનામુલ્યે સેવાઓ આપવામાં આવે છે. જે બદલ સદગુરુ શ્રી સુંદરદાસજી મહારાજ દ્વારા સૌ કાર્યકર્તાઓને તેમજ જાહેર જનતાને મહાપ્રસાદ લેવા પધારતા સૌ ભાઇઆ-બહેનો માતાઓ વગેરેનો પણ ખુબ ખુબ હદયપૂર્વકનો આભાર માનવામાં આવે છે.

તેમજ આ વર્ષે પણ દર વર્ષની માફક શ્રી કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ અને એકલિંગજી સેના અને મહંત શ્રી સુંદરદાસજીબાપુ તેમજ સમગ્ર કાર્યકર્તાઓની ટીમ દ્વારા અને ભગવાન ભોળાનાથની તેમજ માં અંબાજી અને 52(બાવન)વીર 64(ચોસઠ) જોગણી નવનાથ 84 (ચોરયાસી) સીધ્ધની આગેવાનીમાં તેમજ પરમ કૃપાળુ પરમાત્માના આર્શીવાદથી અન્નક્ષેત્રની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમારા અન્નક્ષેત્રમાં છેલ્લા 15 વર્ષ થી લાખો ભાવીકો માટે મહાપ્રસાદ રૂૂપી ભોજનની સેવા માટે અઢારેય વરણ તેમજ કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના દરેક કાર્યકર્તાઓ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના અને ગુજરાતના દરેક સમાજના સ્વયંમસેવકોને, હરખની હેલી ચડી છે અને સૌ સાથે મળી ખંભે ખંભા મીલાવી અને કાર્યરત છે.

ત્યારે યુવા અગ્રણી દેવરાજ રાઠોડે જણાવ્યું હતું કે જુનાગઢ ખાતે ભવનાથક્ષેત્રમાં મહાશિવરાત્રી મહોત્સવ અંતગર્ત તા. 20-2-2025 ગુરૂૂવાર સવાર થી લઇ કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ અને એકલિંગજી સેના સંચાલિત આ અન્નક્ષેત્ર સમગ્ર સમાજના લોકો માટે ધમધમતુ થઇ જાશે જેમાં સવારના સમયમાં દરેક લોકોને ચા-પાણી-નાસ્તો અને સવારે 11-30 થી લઇ મોડી રાત્ર સુધી ભોજનરૂૂપી મહાપ્રસાદની વ્યવસ્થાઓ ભગવાન સદાશીવ, માં ભગવતી તેમજ , ભગવાન દ્વારકાધીશના આર્શીવાદથી અને અમારા પરમ સદ્દગુરૂૂ દેવ સુંદરદાસજી મહારાજની પ્રેરણાથી ચાલુ થઇ જશે તેમજ તા. 27-2-2025, ગુરૂૂવાર ના દિવસે સંપૂર્ણ દિવસ માટે સવારથી લઇ રાત્રી સુધી આખા દિવસ દરમિયાન ફરાળ પણ પીરસવામાં આવશે.

મહાશિવરાત્રી મેળા માટે વેરાવળ-ગાંધીનગર અને પોરબંદર-રાજકોટમાં વધુ કોચ લાગશે

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રી મેળા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. રેલવે વિભાગ દ્વારા 1. ટ્રેન નંબર 19119/19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળમાં 22.02.2025 થી 27.02.2025 સુધી અને ગાંધીનગર કેપિટલથી 23.02.2025 થી 28.02020 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે. 2. ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-રાજકોટ-પોરબંદરમાં 22.02.2025 થી 27.02.2025 સુધી અને રાજકોટથી 22.02.2025 થી 27.05.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!