તાજેતરમાં રાજ્ય સરકારનું વર્ષ 2025-26 નું બજેટ જાહેર કરવામાં આવેલ છે અને આ બજેટમાં મોરબી જિલ્લામાં નવી કૃષિ કોલેજનું બિલ્ડીંગ અને બોયઝ તેમજ ગર્લ્સ હોસ્ટેલ બનાવવા માટે તથા મહેકમ માટે રૂપિયા 13.84 કરોડની મંજૂર કરવામાં આવેલ છે.

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ અગાઉ ગુજરાત સરકારને મેડિકલ કોલેજ બાબતે રજુઆત કરી હતી અને તે રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કૃષિ કોલેજનું નવું બિલ્ડીંગ સહિતની સુવિધાઓ માટે અને ખાસ કરીને મોરબી જિલ્લામાં ખેડૂતો તથા વિદ્યાર્થીઓને કૃષિ કોલેજ માટે જે ગ્રાન્ટ મંજૂર કરેલ છે તેના માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.






















